૧. |
ઉપર આપેલ "Post Exam" માં "Apply for ReExam" પર ક્લિક કરવું. |
૨. |
અહી એપ્લીકેશન નંબર, મોબાઈલ નંબર, જન્મ તારીખ દાખલ કરવા અને Submit પર ક્લિક કરવું. |
૩. |
અહી જો કોઈ માહિતી બદલવાની થતી હોય તો બદલી શકાય છે. |
૪. |
Exam Typeમાં જે પરીક્ષા આપવાની હોય તે સિલેક્ટ કરવું. |
૫. |
પરીક્ષા ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦
(થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે.
Payment Instructions
|
૬. |
નિર્ધારિત કરેલ ફી ઓનલાઈન ભરીને તેની વિગતો માગેલ જગ્યાએ ભરવી આ ઉપરાંત ફી રીસીપ્ટ અપલોડ કરવી. |
૭. |
ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે. |
૮. |
એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિ. |
૯. |
આ પ્રિન્ટેડ ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે. ઊપરાંત ખાતાના વડા/આચાર્યની
સહી તથા સિક્કો કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિ. |
૧૦. |
જીટીયુમાં સીસીસી પરીક્ષા માટે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી. નીચે લખેલ ડોક્યુમેન્ટસ સાથે એપ્લીકેશન ફોર્મ કોઈપણ કામકાજના દિવસે સવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી
અને ૩ વાગ્યાથી ૫.૩૦ વાગ્યા સુધી રૂબરૂ આવીને સબમિટ કરી શકાય છે. આ ઉપરાંત સ્પીડ-પોસ્ટ ધ્વારા પણ એપ્લીકેશન ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે સ્વીકારવામાં આવે છે.
- સંપૂર્ણ ભરેલ સહી અને સિક્કા સાથેનું એપ્લીકેશન ફોર્મ
- ફી ભર્યાની પહોંચ
- ફોટો આઈડી પ્રૂફ
સ્પીડપોસ્ટ થી નીચેના સરનામાં પર (જાહેર રજાના દિવસો સિવાય) એપ્લીકેશન ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે મોકલી શકાય છે:
રજીસ્ટ્રાર શ્રી,
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
વિશ્વકર્મા સરકારી કોલેજ ની પાસે,
વિસત ત્રણ રસ્તા ની પાસે, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા
અમદાવાદ – ૩૮૨૪૨૪, ગુજરાત
(Envelope ના ઉપર ના ખૂણા પર CCC EXAM REGISTRATION FORM લખવાનુ રહેશે.)
|
૧૧. |
અરજી ફોર્મની કોઈપણ પ્રશ્ન/સમસ્યા અંગે કૃપા કરીને "ccc@gtu.edu.in" પર મેઇલ કરવો. |